| નિફ્ટી-૫૦ | સેન્સેક્સ-૩૦ |
- નિફ્ટી-૫૦ ઇંડેક્સ ૩૦૦૦ ની લેવલ પર રેઝિસ્ટંસ પામયો; Q3 FY2008-2009 ના રિઝલ્ટ્સ જાન્યુઆરીમાં ઘોષિત થયા પછી નિફ્ટી-૫૦ નો ઈ.પી.ઍસ. (અર્નિંગ્સ પર શેર) ૨૩૫ થી ૨૧૦ સુધી (૧૦%) ઘટી ગયો, ઍટલે પી/ઈ રેશિયો પ્રમાણે લોંગ-ટર્મ ઇન્વેસ્ટર્સ માટ્ટે જોખમ વધ્યુ છે.
- સપ્ટેમ્બર ૨૦૦૮ થી જાન્યુઆરી ૨૦૦૯ સુધી ભારતમા ઇંટ્રેસ્ટ રેટ્સ ઘટ્યા, તેના પરિણામે બોન્ડ (ખાસ કરીને ગિલ્ટ) ફંડ્સ મા તેજી આવી. બહુ થોડા સમયમાં બોન્ડ ફંડસમા ઘણુ રોકાણ થવા થી બોન્ડ્સ્ના ભાવ વાસ્તવિકતા કરતાં વધારે વધી ગયા. પરંતુ છેલ્લા અમુક અઠ્વાડીયામા બોંડસના ભાવમા યોગ્ય કરેક્શન આવ્યુ.
- સ્ટીલ અને કોપર ધાતુના ભાવમા ઝડપથી મન્દિ: ૨૦૦૯ મા દુનિયાના આર્થિક વિકાસ ને જોખમ
- મિડ-કૅપ શેરમા રોકાણ કરવાની સેહેલી રીત: ઍક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ (ઈ. ટી. ઍફ.)
- ભારતના મુખ્ય શહેરમાં રિયલ ઍસ્ટેટ ની માંગ કરતા પુરવઠો અતીશય (
ચાર્ટ) - અમેરિકાના રિયલ ઍસ્ટેટ નો ભાવ - ૨૦૦૬ના શીખરથી ૫૦%નો ઘટાડો અપેક્ષિત (
ચાર્ટ) - ઍશિયામા ઍક્સપોર્ટ્સ ઉપર વધારે પડતો આધાર - વૈશ્વિક મંદીમાં મોંઘું પડશે? (
ચાર્ટ) - વિદેશથી ભારતમાં મોકલેલા પૈસા (રિમિટન્સ) માં ઘટાડો - ૨૦૦૯ માં રૂપિયાને જોખમ? (
ચાર્ટ) - વૈશ્વિક મંદીની ભારત ઉપર અસર? (
ચાર્ટ) - ૧૯૭૧ થી ૨૦૦૮ સુધી નો સોના સામે ક્રૂડ ઓઈલ નો રેશિયો (ગોલ્ડ / ઓઈલ) (
ચાર્ટ) - બીજા દેશોની તુલનામા ઇંડિયાના ઈંટરેસ્ટ રેટ કટ્સ (
ચાર્ટ)
ભારત સરકાર અને રિજ઼ર્વ બૅંક ઓફ ઇંડિયા (આર. બી. આઇ.) ઍ થોડા દિવસ પહેલા જાહેર કર્યુ કે ભારતની આર્થિક વૃદ્ધિ (જી.ડી.પી. ગ્રોથ) ૨૦૦૯ ની સાલ માં ૭% થી ૮% ની વચ્ચે રહેશે. આની પાછળનુ કારણ ઍ છે કે ભારતના આર્થિક નિશ્ણાતોનુ માનવુ છે કે ભારતની આર્થિક પરિસ્થિતિ દુનિયાની આર્થિક પરિસ્થિતિ સાથે સીધી સંકળાયેલી નથી.
ઉપરના ચાર્ટ વિવિધ દેશોના આર્થિક ભવિષ્યનુ અંદાજ આપે છે. તે જોતા સમજાસે કે આર્થિક મન્દિ વિશ્વ વ્યાપી છે અને તેમા કોઈ દેશ અપવાધ રૂપ નથી. અમારૂ માનવુ છે કે ૨૦૦૯ મા ઇંડિયાનુ જી.ડી.પી. ગ્રોથ ૪% જેટ્લુજ રહેશે.
ઉપરનો ચાર્ટ જોતા આપણે જોઈ શકીશુ કે ૧૯૭૧ થી ૨૦૦૮ સુધી ગોલ્ડ / ઓઈલ નો રેશિયો ૧૦ થી ૨૫ ની વચ્ચેજ રહેતો હોય છે. ક્યારેક્જ્ તે આ લિમિટ્સની બહાર જાય છે.
પાછલા અમુક મહિના દરમ્યાન સોનાની તેજી અન ઓઈલ ની મન્દિ ના પરિણામે આ ગુણાન્ક (રેશિયો) ૨૩ સુધી પહોંચ્યો છે, અને ૨૫ થી ૩૦ ની રેંજમા પહોંચવાની શક્યતા છે. ઇતીહાસ જોતા નજીકના ભવિષ્યમાં સોનામા રોકાણ કરનારે સાવધતા રાખવી જરૂરી છે.
ઘણાખરા દેશોમાં મંદીની અપેક્ષા હોવાથી ઍ દેશોની સેંટ્રલ બૅંક્સ ઘ્ણા તેજીથી ઍમના ઇંટ્રેસ્ટ રેટ ઘટાડી રહી છે - ધારોકે અમેરિકન ફેડરલ રિજ઼ર્વ બૅંક અને યુરોપિયન સેંટ્રલ બૅંક. ઉપર્નો ચાર્ટ ઍ દર્શાવે છે કે ઇંડિયાની રિજ઼ર્વ બૅંક (આર.બી.આઇ.) વિદેશી બૅંકો કરતા ઇંટ્રેસ્ટ રેટ કાપવામા ઘણિ પાચડ છે.
આ ચાર્ટ બનાવ્યા પછી આર.બી.આઇ. ઍ પણ ૧% થી રીપો રેટ અને રિવર્સ રીપો રેટ કાપ્યા. છતાપણ ઇંડિયામા વ્યાજ ઉતારવાની આર.બી.આઇ.ને ઘણિ જગ્યા છે.






