મ્યૂચુઅલ ફંડ્સ મુખ્યત્વે બે પ્રકારના હોય છે - ઇક્વિટિયી મ્યૂચુઅલ ફંડ અને બોન્ડ મ્યૂચુઅલ ફંડ. જેવી રીતે ઈક્વિટી મ્યૂચુઅલ ફંડ્સ અલગ-અલગ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે, તેવિજ રીતે બોન્ડ મ્યૂચુઅલ ફંડ્સ ગવર્નમેંટ અને અલગ-અલગ કંપનીઓના કર્જ (ડેટ અથવા બોન્ડ) માં રોકાણ કરે છે. બોંડસના રોકાણકારોને બે રીતે નફો થાય છે - કરજપારનુ માસિક વ્યાજ અને બજારમા તે કર્જાના ભાવમાં વધારો..
ઍ સરકારી બૉંડ્સ પર મડતુ વ્યાજ કંપનીના બોંડસના વ્યાજ કરતા ઓછુ હોય છે કારણ કે ગવર્નમેંટ બૉંડ્સ્મા જોખમ ઓછુ હોય છે. ઍવિજ રીતે રિલાયન્સ જેવી સધ્ધર (બ્લ્યુ-ચિપ) કંપનીના બૉંડ્સ અન્ય નાની (સ્માલ-કૅપ) કંપનીઓના બોંડસની સરખામણિમા ઓછુ વ્યાજ આપે છે.
માર્કેટમા બોંડસના ભાવમા વધ-ઘટ થતી હોય છે. ધારોકે આજે ઇંડિયન ગવર્નમેંટ ૫ વર્ષે પાકતા બોન્ડ ઉપર ૮% વ્યાજ આપવા તૈયાર છે અને બોન્ડનો ભાવ આજે સમજો રૂ ૧૦૦ છે. આવતા વર્ષે જો આર. બી. આઇ. દ્વારા વ્યાજ દર (ઇંટ્રેસ્ટ રેટ્) મા ઘટાડો જાહેર થાય અને ત્યારના નવા ગવર્નમેંટ બૉંડ્સ ફક્ત ૬% વ્યાજ આપતા હોય તો હમણાના ૮% વ્યાજ આપનારા બોંડસનો ભાવ નક્કીજ રૂ ૧૦૦ થી વધારે થઈ જશે. આવી રીતે બોન્ડ ના વ્યાજની માસિક આવક અને ઇંટ્રેસ્ટ રેટ માં થતા ઘટાડા થી આવતી બોન્ડની કિંમતની તેજી દ્વારા બોન્ડ ફંડ્સ ના ઇન્વેસ્ટર્સ સારો નફો મેળવિ શકે છે.
જો આપણને વ્યાજ વધારે જોઇતુ હોય તો સ્માલ-કૅપ અથવા રિયલ-ઍસ્ટેટ કંપનીના બૉંડ્સ ખરીદવા. માત્ર ધ્યાનમા રાખવુ કે નફો હમેશા જોખમ સાથે જોડાયલો હોય છે. આ કંપનીઓમાં થી અમુક કંપનીઓ ઍવી પણ હશે કે જે વ્યાજ ચુકવણીમાં કસૂર (ડિફૉલ્ટ) કરશે. અને અમુક ઍવી હશે કે જે દેવાળુ કાઢશે. .
બોન્ડ ફંડસમા રોકાણ કરનારને અર્થશાસ્ત્ર નુ જ્ઞાન હોવુ જરૂરી છે. કારણ કે તેજી ના સમય મા ઇંટ્રેસ્ટ રેટ વધતા અને મંદીમા ઈન્ટેરસ્ટ રેટ ઘટતા હોય છે. આની અસર બોંડની કિંમત ઉપર થાયજ છે. તેજી ક્યારે પતી, મન્દિ ક્યારે ચાલુ થયી, મંદીનો સામનો કરવા આર. બી. આઇ. વ્યાજ દર ક્યારે ઘટાડવા માંડશે, અથવા મોંઘવારીનો સામનો કરવા આર. બી. આઇ. ક્યારે ઇંટ્રેસ્ટ રેટ વધારશે, આનો અંદાજ કરવો સહેલો નથી.
૨૦૦૮ મા વિશ્વમા આવેલી મન્દિ અને 'ક્રેડિટ ક્રાઇસિસ' (નાણાકીય કટોકટી) નો સામનો કરવા વિદેશી સેંટ્રલ બેન્કોઍ ઘણી ઝડપ થી ઇંટ્રેસ્ટ રેટ ઉતારયા. તેવિજ રીતે ઇંડિયાની રિજ઼ર્વ બૅંક (આર. બી. આઇ.) ઍ પણ અક્ટોબર ૨૦૦૮ થી 'રીપો રેટ' અને 'રિવર્સ રીપો રેટ' ઓછા કરવાના ચાલુ કરી દીધા છે. આના લીધે દુનિયા ભરમા બોંડસના ભાવ ૧૦-૨૫% વધી ગયા છે. અને શેર બજારની ઝડપની 'બેર માર્કેટ' જોઈને બોન્ડ ફૂંદસનુ આકર્ષણ અત્યંત વધ્યુ છે.






