શંુ બોનસ આપનાર અને સ્પ્લીટ્ થનાર શેરોમાં રોકાણ કરવાની નીતિ ફાયદાકારક છે?
માન્યતાઃ જે કમ્પનીઓએ બોનસ આપવાની અથવા સ્ટોક સ્પ્લીટ્ની નીતિ જાહેર કરી હોય તેવા શેર ખરીદવા.
જો તમે ભારતીય શેર માર્કેટમા રોકાણકાર હશો તો તમે આ માન્યતાથી માહિતગાર હશો. જે સ્ટોક બોનસ આપે અથવા સ્પ્લીટ થાય તે ભવિષ્યમા સારૂ વળતર આપશે જ, આ માન્યતા રોકાણકારોના ગળે એટલી બધી ઉતરી ગઇ છે કે કારણવગર નાણાકીય સલાહ આપનાર માધ્યમો આને વધારે પડતુ મહત્વ આપે છે. અને તેથી નાના રોકાણકારો આવા શેર ખરીદવા આંધળી દોટ મુકે છે. લોકો માને છે કે જો સ્ટોક ૧ઃ૨ મા સ્પ્લીટ થાય તો તેમની પાસે હતા તેટલાજ બીજા શેર ફ્રીમા મળશે.
પણ દુનિયામા કોઇપણ ચીજ મફત (ફ્રી) મળતી નથી. શેર સ્પ્લીટ મા ફકત એટલુ જ થાય છે કે તમારા શેર બમણા થઈ જાય અને તેની કિમત અડ્ધી થઇ જાય. સ્પ્લીટ થયેલા શેરના કપનીની માર્કેટ વેલ્યુ, આવક - જાવક, ફાયદો - નુકસાન, મિલકત, ઘરાકો, દેવુ વગેરેમા કઇ ફરક પડતો નથી. તમે સમજયાને?
ઉપર જણાવેલ કારણો સાચા હોવા છતા રોકાણકારોની માન્યતા હજી એવીજ છે કે
- શેર હવે સસ્તો થવાથી વધારે લોકો ખરીદી શકશે અને તેના ભાવ વધશે.
- શેરના ભાવ હમણા અર્ધા થયા છે પણ થોડા સમયમા પાછા હતા તેટલા થઇ જશે અને આવંુ હમેશા થાય જ છે.
આ માન્યતાઓ તર્કહીન છે છતા પણ રોકાણકાર તેમા ટુંકા સમયમા સારા વળતરની અપેક્ષા રાખે છે. અને કોર્પોરેટ કમ્પનીની તરફેણમા દલીલ કરવાની ચાલુ જ છે.
અહી અમે આને પદ્ધતિસર રોકણ કરવાની યોજના તરીકે જોઇયે છિએ તેથી આપણે કોઇપણ માન્યતા ને વિવેકબુધિ વાપર્યાવિના અમલમા લાવવા કરતા, પાછળના રેકોર્ડ, અપેક્ષિત વળતર અને દરેક કિસ્સાને વ્યકિ્તગતરીતે તપાસવાની જરૂર છે.
અમે આ માન્યતા સાચી છે કે નહી તેના માટે કેટલાક પ્રયોગો કરી જોયા જેવા કે - જો આપણે અમુક ચોકસ રકમ બોનસ અથવા સ્પ્લીટ થનાર શેરમા રોકીએ તો તેનુ વળતર ઇન્ડેકસમા તેટલીજ રકમ રોકવાથી મળતા વળતર કરતા વધારે મળે છે કે?
આના અભ્યાસ માટે ભુતકાળમા સ્પ્લીટ થયેલા અને બોનસ આપેલા (એન એસ ઇ) શેરોની યાદી બનાવી અને તેમા અમુક ચોકસ રકમ - અમુક ચોકસ સમય માટે રોકી અને વળતરની ટકાવારીની ગણતરી કરી. આટલી જ રકમ આટલા જ સમય માટે (નીફ્ટી - ૫૦) ઇન્ડેકસમા રોકી અને વળતરની સરખામણી કરી જોઇ.
અલબત, આના માટે અમે અલગ અલગ પરિમાણ (પેરામીટર્સ) વાપરીને ભુતકાલના રેકોર્ડ પદ્ધતિસર તપાસી જોયા જે નીચે પ્રમાણે છે.
- સમયગાળોઃ ૧૯૯૦ થી ૨૦૦૭, ૧૯૯૫ થી ૨૦૦૭, ૨૦૦૦ થી ૨૦૦૭, ૨૦૦૦ થી ૨૦૦૩, ૨૦૦૪ થી ૨૦૦૭ વગેરે વગેરે
- ખરીદી તારીખઃ બોનસ/સ્પ્લીટ અમલમા આવ્યાની તારીખ, એક અઠવાડિયા પછીની તારીખ, અમલમા આવ્યાના બે અઠ્વાડિયા પછીની તારીખ વગેરે વગેરે.
- વેચાણઃ અમલની તારીખ પછી બીજા દિવસે, એક અઠ્વાડિયા પછી, એક મહિના પછી વગેરે વગેરે.
- કંપનીનુ બજાર મુલ્યઃ ફક્ત મોટા મુલ્યવાળા શેર ખરીદવા, ફક્ત નાના મુલ્યવાળા શેર ખરીદવા.
- કંપનીની નીતિઃ ફક્ત બોનસ ડીકલેર કરેલા શેર, ફક્ત સ્પ્લીટ થયેલા શેર વગેરે.
સારાંશઃ ઉપરના પ્રયોગો દ્બારા અમને ઘણા મહત્વના પરીણામ જાણવા મળ્યા, જેમાના મુખ્ય નીચે જણાવ્યા પ્રમાણે છે.
બોનસ સ્ટોક
- તમે જો અમુક ચોકસ રકમ બોનસ આપેલા શેરમા એક દિવસ માટે, અઠવાડિયા માટે કે વરસ માટે પણ રોકો તો તેનુ વળતર નિફટી-૫૦ ના વળતર કરતા વધારે નહી મળે.
- તમે જો અમુક ચોકસ રકમ મોટી મુડીના શેરમા રોકો અને નાની મુડીના શેરમા રોકો તો તમને મોટી મુડીના શેરમા વધારે વળતર મળે પણ તે વળતર ઇન્ડેક્સમા મળતા વળતર જેટલુજ ટુન્કા ગાળા માટે મળી શકે, પણ તેમા જોખમ ઇન્ડેક્સ કરતા બમણુ હોય છે.
- આ તારણ તેજી કે મંદીના કાળ દરમ્યાન સરખુ જ રહે છે.
- કમ્પનીઓ બોનસ આપવાની નીતિ અમલમા લાવવાની તારીખ થી ૩ થી ૪ અઠવાડિયા પહેલા જાહેર કરે છે ત્યારે પણ શેર ખરીદવાથી વધારે વળતર મળતુ નથી.
- સૌથી સારી પરિસ્થિતિ એ છે કે તમે જયારે મોટા મુલ્યના શેરોના બોનસની જાહેરાત પછી તરત જ ખરીદીને નવ મહિનાથી વધારે વખત રોકાણ કરી રાખો.
સ્પ્લીટ સ્ટોક
સ્પ્લીટ સ્ટોકના પરીણામો બોનસ સ્ટોકના પરીણામો જેવાજ છે. ફકત તેમા એક અપવાદ છે કે મોટી મુડીના શેરો ઓછા ગાળામા પણ ઠીક વળતર આપે છે.
ઉપરનો ચાર્ટ દર્શાવે છે કે સૌથી સારી રોકાણ નીતિ એ છે કે કમ્પની જયારે બોનસ/સ્પ્લીટ સ્ટોકની જહેરાત કરે ત્યારે તરતજ તે શેર ખરીદી લેવા. નાની મુડીના શેર (કમ્પનીનુ મૂડી રોકાણ ૫,૦૦૦ કરોડ થી ઓછું) ના રોકાણમા વળતર આકર્ષક ન હોવાથી ચાર્ટમા તેનો સમાવેશ કરેલ નથી.
ચાર્ટની રેખાઓ અપેક્ષિત વળતર અને જોખમની મર્યાદા બતાવે છે. જયારે ઊભા બાર નિફટી-૫૦ ઇન્ડેક્સમા રોકાણ કરવાથી મળતા વળતર અને જોખમની મર્યાદા બતાવે છે. એક્સ-એક્સીસ બોનસ/સ્પ્લીટ થયેલા શેરોને પકડી રાખેલા દિવસ બતાવે છે. તમે ચાર્ટમા જોઇ શકશો કે વધારે લાંબા સમયનુ રોકાણ વધારે વળતર આપે છે. બ્લુ કલરની તૂટેલી રેખા એક વર્ષ સુધી શેર પકડી રાખવાનો નિર્દેશ કરે છે.
મુખ્ય તારણ
ઉત્તમ રોકાણ નીતિ એ છે કે મોટી મૂડીની (જેનુ બજાર મૂલ્ય રૂ. ૫૦૦૦ કરોડથી વધારે) કમ્પનીઓ બોનસ/સ્પ્લીટ શેરોની જહેરાત કરે કે તરતજ તે શેરો ખરીદી ને ઓછામા ઓછા એક વર્ષ સુધી પકડી રાખવા. આનાથી લાંબા ગાળાનો કેપીટલ ગેઇન ટૅક્સ પણ નહી ભરવો પડે.






