- પુટ/કૉલ ઑપ્શન શું છે?
- માર્ક ટુ માર્કેટ માર્જીન શું છે?
- સ્ટોક ફ્યુચર્સમા ટ્રેડીંગ કેમ કરવુ? વગેરે ...
તો એન.એસ.ઈ. અને બી.એસ.ઈ. દ્બારા પ્રાપ્ત ગુજરાતી પબ્લીકેશન નીચે જણાવેલ વેબસાઇટ પરથી મેળવી શકશો
એન.એસ.ઈ.- http://www.nseindia.com/content/press/futures_mkt_guj.pdf
- http://www.nseindia.com/content/press/options_mkt_guj.pdf
કૉલ ઑપ્શન્સ
ચોકક્સ સંખ્યામા કોઇ પણ ચીજ (આ કિસ્સામા સ્ટોક અથવા ઇન્ડેકસ) નક્કી કરેલા ભાવે, નક્કી કરેલી મુદત સુધી ખરીદવાનો અધિકાર. દાખલા તરીકે - ટીસીએસ કમ્પનીના ’ફેબ્રુઆરી રૂ. ૧૦૦ કૉલ ઓપ્શન’ ધરાવનાર વ્યકિ્તને રૂ. ૧૦૦ ની સ્ટ્રાઇક પ્રાઇસે ફેબ્રુઆરી ઓપ્શન એક્સપાય્રી મુદત સુધી ટીસીએસના શેર ખરીદવાના અધિકાર મળે છે, પણ તેને ટીસીએસના શેર ખરીદવા ફરજીયાત નથી.
ઑપ્શનમા અન્ડરલાઈગ શુ છે?
જે શેર અથવા ઇન્ડેકસ ઉપર ઑપ્શનના કૉન્ટ્રેકટ ટ્રેડ થાય તેને અન્ડરલાઈગ કહેવાય. (સામાન્યતા સો શેરનો એક ઑપ્શન કૉન્ટ્રેકટ હોય.)
કવર્ડ કૉલ
ઇન્વેસ્ટર પાસે કોઇ એક કમ્પનીના શેર હોય અને તેટલાજ શેરના કૉલ ઑપ્શન વેચે તેને કવર્ડ કૉલ કહેવાય છે. નીચેના ઉદાહરણથી તમને સમજવામા સરળતા થશે.
કેસ નં. ૧.
ધારોકે તમે પહેલી ફેબ્રુઆરીના ૧૦૦ ટીસીએસ શેર રૂ. ૧૦૦ મા ખરીધ્યા.
| ખરીદી કિમ્મત (રૂ) |
વેચાણ કિમ્મત (રૂ) |
નફો/ખોટ (રૂ) |
નફો/ખોટ (ટકા) |
| ૧૦૦ | ૧૨૦ | +૨૦ | +૨૦% |
| ૧૦૦ | ૧૦૦ | ૦ | ૦% |
| ૧૦૦ | ૮૦ | -૨૦ | -૨૦% |
જયારે આપણે શેર ખરીદીએ ત્યારે આપણને વધારેમા વધારે નુકશાન શેરની ખરીદ કિમત જેટલુ થાય અને ફાયદો અમર્યાદિત થાય.
કેસ નં. ૨.
પહેલી કેસમા તમને એક ટીસીએસ નો શેર ખરીદવા રૂ. ૧૦૦ નુ રોકાણ કરવુ પડે પણ ઓછી મૂડીમા તેજ શેર ખરીદવા હોય તો તેનો કૉલ ઑપ્શન ખરીદી શકાય. પહેલા ઉદાહરણ પ્રમાણે પહેલી ફેબ્રુઆરીએ ટીસીએસ નો એક શેર ખરીદવા રૂ. ૧૦૦ રોકાણ કરવુ પડે. પણ તેના બદલે રૂ. ૧૦૦ ની સ્ટ્રાઇક પ્રાઇસના ૧ કૉલ ઑપ્શનમા રૂ. ૧૦ રોકાણ કરવુ પડે.
ઉપરના ચાર્ટ મુજબ તમને સમજાશે કે ફેબ્રુઆરી માં ટીસીએસ ના શેર ની કિમત રૂ. ૧૦૦ છે અને તેના કૉલ ઑપ્શન ની કિમત રૂ. ૧૦ છે, અને ચાર્ટ પ્રમાણે પહેલી માર્ચે ટીસીએસ ના શેર ની અલગ અલગ કિમત પ્રમાણે તેના કૉલ ઑપ્શન ની કિમત ( ) બ્રેકેટમા દરશાવેલ છે.
| ફેબૃઆરી શેર કિમ્મત (રૂ) |
કૉલ ખરીદી કિમ્મત (રૂ) |
માર્ચ શેર કિમ્મત (રૂ) |
કૉલ વેચાણ કિમ્મત (રૂ) |
નફો/ખોટ (રૂ) |
નફો/ખોટ (ટકા) |
| ૧૦૦ | ૧૦ | ૧૨૦ | ૨૦ | ૧૦ | +૧૦૦% |
| ૧૦૦ | ૧૦ | ૧૧૦ | ૧૦ | ૦ | ૦% |
| ૧૦૦ | ૧૦ | ૧૦૦ | ૦ | -૧૦ | -૧૦૦% |
| ૧૦૦ | ૧૦ | ૯૦ | ૦ | -૧૦ | -૧૦૦% |
| ૧૦૦ | ૧૦ | ૮૦ | ૦ | -૧૦ | -૧૦૦% |
સારાંશ
- કૉલ ઑપ્શનનુ ’લીવરેજ’ વાપરીને ઓછી મુડીમા પહેલા કેસ જેટલાજ શેર ખરીદવાનો હક્ક મળે છે.
- કેસ નં. ૧. પ્રમાણે આ કેસ મા પણ નુકશાન લીમીટેડ છે, અને ફાયદો અમર્યાદિત છે. પણ જો તમે બન્નો ઉદાહરણની નફા/નુકશાન ના કૉલમની તુલના કરશો તો સમજાશે કે કૉલ ઑપ્શન ખરીદવામા રોકેલી મુડી ગુમાવવાની શક્યતા ખુબ વધારે છે.
કેસ નં.૩.
કૉલ ઑપ્શનની મહત્વની ખૂબિ એ છે કે તમારી પાસે શેર અથવા કૉલ ઑપ્શન ન હોવા છતા પણ તમે કૉલ ઑપ્શન વેચી શકો છો. હવે જો તમારા મત પ્રમાણે અન્ડરલાઇન્ગ સ્ટોક નીચે જશે અથવા હોય તે ભાવે રહેશે અથવા થોડુજ ઉપર જશે ત્યારે તમે કૉલ ઓપ્શન વેચીને નફો કરી શકશો.
| ફેબૃઆરી શેર કિમ્મત (રૂ) |
કૉલ ખરીદી કિમ્મત (રૂ) |
માર્ચ શેર કિમ્મત (રૂ) |
કૉલ વેચાણ કિમ્મત (રૂ) |
નફો/ખોટ (રૂ) |
નફો/ખોટ (ટકા) |
| ૧૦૦ | ૧૦ | ૧૨૦ | ૨૦ | -૧૦ | -૧૦૦% |
| ૧૦૦ | ૧૦ | ૧૧૦ | ૧૦ | ૦ | ૦% |
| ૧૦૦ | ૧૦ | ૧૦૦ | ૦ | +૧૦ | +૧૦૦% |
| ૧૦૦ | ૧૦ | ૯૦ | ૦ | +૧૦ | +૧૦૦% |
| ૧૦૦ | ૧૦ | ૮૦ | ૦ | +૧૦ | +૧૦૦% |
અર્થાત તમે જોઇ શકશો કે કેસ ન. ૨ અને કેસ નં. ૩ ના ટેબલમાં નફા/નુકશાન ના કૉલમ એક બીજા થી પુરે પુરા વિરૂદ્ધ છે. કારણકે કેસ નં. ૨ માં આપણે કૉલ ઑપ્શન વેચાતા લઇએ છે અને કેસ નં. ૩ માં આપણે કૉલ ઑપ્શન વેચીએ છીએ. એટ્લેજ કે આ કેસ મા થોડા ફાયદા સામે નુકશાન અમર્યાદિત છે.
કેસ નં. ૪.
જો તમારી પાસે કોઇ કમ્પનીના શેર હોય અને તમારી ધારણા હોય કે તે શેર નજીકના ભવિષ્યમા નીચે જશે અથવા હમણા જે ભાવ છે તેની આસ પાસ રહેશે અને તે છતા જો તમને નફો કરવો હોય તો તેના માટે કવર્ડ કૉલની નીતિ અપનાવી શકાય.
તમારી પાસે કોઇ એક કમ્પનીના જેટલા શેર છે એના ઇક્વીવેલન્ટ કૉલ ઑપ્શન વેચો તેને કવર્ડ કૉલ સ્ટ્રેટેજિ કહેવાય છે.
| કેસ નં. ૧. (શેર ખરીદી) | કેસ નં. ૨. (કૉલ વેચાણ) | કવર્ડ કૉલ | |||||
| અનુ. | ફેબૃઆરી શેર ખરીદી (રૂ) |
માર્ચ શેર વેચાણ (રૂ) |
નફો/ખોટ (રૂ) |
ફેબૃઆરી કૉલ વેચાણ (રૂ) |
માર્ચ કૉલ ખરીદી (રૂ) |
નફો/ખોટ (રૂ) |
નફો/ખોટ (રૂ) |
| ૧ | ૧૦૦ | ૧૩૦ | +૩૦ | ૧૦ | ૩૦ | -૨૦ | +૧૦ |
| ૨ | ૧૦૦ | ૧૨૦ | +૨૦ | ૧૦ | ૨૦ | -૧૦ | +૧૦ |
| ૩ | ૧૦૦ | ૧૧૦ | +૧૦ | ૧૦ | ૧૦ | ૦ | +૧૦ |
| ૪ | ૧૦૦ | ૧૦૦ | ૦ | ૧૦ | ૦ | ૧૦ | +૧૦ |
| ૫ | ૧૦૦ | ૯૦ | -૧૦ | ૧૦ | ૦ | ૧૦ | ૦ |
| ૬ | ૧૦૦ | ૮૦ | -૨૦ | ૧૦ | ૦ | ૧૦ | -૧૦ |
| ૭ | ૧૦૦ | ૭૦ | -૩૦ | ૧૦ | ૦ | ૧૦ | -૨૦ |
સારાંશ
- ઉપરના ટેબલની કૉલમ ૨-૪ પ્રમાણે શેર ખરીદો અને વેચો (કેસ નં. ૧) તે બતાવેલ છે. કૉલમ ૫-૭ પ્રમાણે કૉલ ઑપ્શન વેચો () તે બતાવેલ છે, અને છેલા કૉલમ ૮-માં આ પહેલા બન્નો કેસનુ મિશ્રણ છે અને તેનેજ કવર્ડ કૉલ (કેસ નં. ૪) કહેવાય.
- કવર્ડ કૉલના કૉલમ ૮-માં અનુ. ન. ૫-૭ જોતા તમને એ સમજાશેકે શેરનો ભાવ નીચો જાયતો આ નીતિમા કૉલમ ૪ કરતા તમારૂ નુકશાન ઓછુ થાય છે. અનુ. ન. ૪ મા શેર ની કિમત તેજ રહેવાથી પણ તમે થોડો નફો મેળવો છો પરન્તુ, અનુ. ન. ૧ થી ૩ પ્રમાને જો શેર ની કિમત બહુ વધે તો આ કવર્ડ કૉલ ની નીતિ વાપરવાથી વધારે નફો મેળવાનો લાભ જતો કરવો પડે છે.
- સ્ટોક ની કિમત ઓછી થશે તો નફો મેળવવા કેસ નં. ૩ પ્રમાણે કૉલ ઑપ્શન સેલ કરવાની નીતિ અપનાવિયે તો થોડા ફાયદા સામે અમર્યાદિત નુકશાન થવાની શક્યતા છે, પણ કેસ નં. ૪ પ્રમાણે કવર્ડ કૉલ ની નીતિ વાપરવાથી આ નુકશાન ઘણુ ઓછુ થાય છે.
મુખ્ય તારણ
- જયારે સ્ટોક માં બહુ ચડાવ ઉતાર થવાની શક્યતા ન હોય અને તમને શેર વેચવા ન હોય તો પણ આ નીતિ દ્બારા થોડો નફો મેળવવાની શક્યતા રહે છે.
- જયારે સ્ટોક નીચે જવા છતા પણ તમને તે વેચવા ન હોય અને તો પણ પૈસા કમાવવા હોય તો કવર્ડ કૉલની નીતિ અપનાવી શકાય.
- સ્ટોકમા તેજી હોય ત્યારે આ નીતિ અપનાવવી ઘણી નુકશાનકારક છે.






