તમને અહીં જાહેરાત (Advertise) કરવી છે કે?

ઈમેલ (Email) અથવા ફોન (Phone) દ્વારા સંપર્ક કરો.

ઔધ્યોગીક કમૉડિટીજ઼મા સૌથી મહત્વની ધાતુઓમાં ની ઍક તામ્બુ ('કૉપર') છે. અર્થશાસ્ત્ર (ઍકનૉમિક્સ) અને વ્યાપાર (ટ્રેડ) આ બંનેમા દુનિયાનો ઉત્પાદક ઉદ્યોગ (મૅન્યૂફૅક્ચરિંગ ઇંડસ્ટ્રી) ઘણો મહત્વ રાખે છે. આ લેખમા અમે કૉપરનુ ઉત્પાદન, વપરાશ અને તેના ટ્રેડિંગ ની માહિતી આપશુ અને આ ધાતુને 'ડૉક્ટર કૉપર' કેમ કહેવાય છે તે પણ સમજાવીશું.

કોપરનો સૌથી વધારે વપરાશ રિયલ ઍસ્ટેટ (ઘર, ઑફીસ, કારખાના, વગેરે . . .) મા થાય છે. ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ઘરના સાધનો (ફ્રિડ્જ, વગેરે . . . ) અને કાર્ખાનાની સાધન-સામગ્રીમાં પણ કોપરનો ખૂબ ઉપયોગ થાય છે.. નીચેનો ચાર્ટ ૨૦૦૭ મા કોપરનો વપરાશ ક્યાં-ક્યાં અને કેટલો-કેટલો થયો તે બતાવે છે..

બિજી ઔધ્યોગીક કમૉડિટીજ઼ ની જેમ્મજ કોપરના વાપરાશમા પણ ચીનનો હિસ્સો સૌથી મોટ્ટો છે.

આપણે જોઈ શકિયે છિયે કે દુનિયામા જ્યારે આર્થિક વિકાસ મા તેજી આવે છે ત્યારે કોપરનો વપરાશ વધે. તેવિજ રીતે જો કોપરની માંગ ઘટી જાય તો આપણે અનુમાન કરી શકિયે કે દુનિયાની આર્થિક પરિસ્થિતિમા મન્દિ આવી છે. સ્વાભાવિક છે કે કોપરનો વપરાશ વધવા માંડે ત્યારે કોપરનો ભાવ વધશે. અને તેમ્મજ કોપરનો વપરાશ ઘટે ત્યારે ભાવ ઘટશે. નીચેનો ચાર્ટ ૧૯૯૩ થી ૨૦૦૮ ના કોપરના ભાવ બતાવે છે. ૧૯૯૯-૨૦૦૨ ની મંદીમા કોપરનો ભાવ લગભગ અડધો થઈ ગયો. અને ૨૦૦૩-૨૦૦૭ મા દુનિયાની આર્થિક તેજિમા કોપરનો ભાવ પાંચ ઘણો થઈ ગયો.

જેવી રીતે દર્દીના લક્ષણ જોઈને ડૉક્ટર તેની બિમારોનુ નિદાન કેરી શકે છે, તેવિજ રીતે કોપરની ખાણનુ ઉત્પાદન અને તેના માર્કેટના ભાવની વધ-ઘટ જોઈને આપણે દુનિયાની આર્થિક સ્થિતિ નુ ચોક્કસ નિદાન કાઢી શકિયે છિયે. ઍટલેજ આ ધાતૂને 'ડૉક્ટર કોપાર' કહેવાય છે.

ગાલાટાઇમ હોમ પેજ

Gujarati font issues? Adjust browser settings: View → Encoding → Unicode (UTF-8). If the problem persists, please let us know.

શબ્દકોશ
(Glossary)

ગાલાટાઇમ@જીમેલ.કૉમ
(galatime@gmail.com)

+૯૧-૯૭૩૦૦-૭૭૧૬૯
(+91-97300-77169)

લેખક બદ્લ
(About the author)

ગાલાટાઇમ - અંગ્રેજીમાં
(GalaTime in English)

ખુલાસો
(Disclaimer)

ગાલાટાઇમના લેખક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર નથી, અને તેઓ ક્યારે પણ કોઇ પણ પ્રકારના રોકાણ કરવા બાબત સલાહ આપતા નથી. ગાલાટાઇમ વેબ્સાઇટમા આવેલા લખાણો એ કેવળ તેમના વ્યકિ્તગત મત છે. આ મત ઉપર આધારિત કોઇ પણ પ્રકારનુ રોકાણ જેવુકે શેર, ઓપ્શન, ફ્યુચર, બોન્ડ્સ, કમોડિટિઝ, ઇન્ડેક્સ અથવા કોઇ પણ પ્રકારની નાણાકિય લે-વેચ માટે અને ફાયદા-નુકસાન માટે ગાલાટાઇમ જવાબદાર રહેશે નહિ. આ વેબ્સાઇટ વાચનાર આપોઆપ કબુલ કરે છે કે તે પોતાના જોખમે આ વેબ્સાઇટનો ઉપયોગ કરશે. ગાલાટાઇમ માને છે કે તેમના લખાણમા તથ્ય છે, પરન્તુ આ તથ્ય તેમના અનુભવોનુ એક તારણ જ છે. તેથી કોઇ પણ પ્રકારના રોકાણના નિર્ણય લેતા પેહેલા ક્વોલીફાયિડ ઇન્વેસ્ટર ઍડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. ગાલાટાઇમ વેબ્સાઇટનો ઉદ્યેષ્ય કોઇ પણ જાહેરાત કરવા, સેવા આપવા કે કોઇ પણ પ્રકારના વેચાણ કરવા માટે નથી.

ગુજરાતીમાં શોધ
(Search in Gujarati)

ગુજરાતીમાં લખાણ
(Type in Gujarati)

Gujarati Lexicon