ઇંડિયામા ઘણા યુગોથી દરેક વર્ગમા સોનાનુ આકર્ષણ રહ્યુ છે. પછી તે દાગીના બનાવવા માટે હોય, કે રોકાણ કરવા માટે હોય, વ્યાપાર માટે કે સટ્ટો કરવા માટે હોય.
પરંતુ સોનામા રોકાણ કરીને આપણને કેટલો નફો થયો, અને જો સોનામા રોકાણ કરવાના બદલે આપણે કોઈ બીજી જગ્યાઍ રોકાણ કર્યું હોત તો શું ઍ વધારે ફાયદાકારક થાત? - આવા પ્રશ્નોનો જવાબ મેળળવા અમે કાળજીપૂર્વક સંશોધન કર્યું.
પહેલા અમે ૧૮૯૩ થી ૨૦૦૭ (૧૧૪ વર્ષ ) ના સમયગાળામાં ભારતમાં સોનાના ભાવ શું હતા તેની માહિતી ભેગી કરી છે. અમારે જાણવું હતું કે જુદાજુદા સમયગાળામાં સોનામા મૂડી રોકાણ કરવાથી વરસ દહાડે કેટલા ટકા વળતર મળે છે અને તેની સરખામણી બીજા અન્ય પ્રકારના રોકાણ સાથે કરવી હતી જેવી કે બૅંક, જમીન જાયદાદ વગેરે. આટલા વરશોનો રેકૉર્ડ ભેગો કરવો ઍ બહુ મુશ્કેલ કામ હતું તે છતાં અમે અમુક માધ્યમો - દ્વારા ૭૦% વર્ષોના ભાવ મેળવ્યા અને બાકીના વર્ષોના અંદાજે ગણતરી કરીને ભાવ મેળવ્યા.
ઉપર્નો ચાર્ટ ઇંડિયન સોનાનો ભાવ ૧૮૯૩ થી ૨૦૦૭ સુધી કેટલો હતો ઍ દરશાવે ચે. જે વરશોનો ભાવ ખૂટે છે તેનો અમે અંદાજ કર્યા છે.
મુખ્ય તારણોં
- ૧૦૦ વર્ષ પહેલાં - ૧૯૦૭ માં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧.૪૦ હતો, જે આજે રૂ. ૧૨,૦૦૦ છે.
- ૧૯૨૦ સુધી રૂપિયાની કિંમત સોનાના ભાવ સાથે સીધી સંકળાયેલી હતી તેથી ૧૯૨૦ પહેલાના રોકાણના વાર્ષિક વળતરની ગણતરી અર્થ વગરની છે ( કારણકે સોનાનો ભાવ વધે તો રૂપિયો વધે અને સોનાનો ભાવ ઘટે તો રૂપિયાનું મુલ્ય ઘટે.)
- ભારતમાં લાંબા ગાળામાં (૩૦ વર્ષ અને વધારે) સોનામાં રોકાણ કરવાથી વર્ષિક વળતર ૯ થી ૧૦ % મળ્યું છે. બીજી રીતે જોઈયે તો ભારતીય રૂપિયાનું સોનાની સરખામણીમાં વર્ષે ૯ થી ૧૦ % અવમુલ્યન થયું.
- આ ગાળા દરમિયાન જો આપણે ચાર્ટમા ૯ થી ૧૦ % વળતરની ચડતી રેખા દોરિયે અને જો તેને સોનાની પણ તેવિજ રેખા સાથે સરખાવીયે તો ઍ જાણવા મળે છે કે સોનાનું ૬૦% અવમુલ્યન થયું પરંતું અમુક સમયે સોનું ૧૫૦% જેટલું વધ્યું.
- હાલના સમયમાં સોનું ઉપલી રેખાની +/- ૧૦% ની આસપાસ રહે છે.(હું +/- ઍટલા માટે કહું છું કે તે રેખના શરુઆતના વર્ષથી બહુ સંકળાયેલી છે.)
૧૯૨૦ થી ૧૯૫૦ દરમ્યાન સોનાના ભાવ ૫૦ ઘણા વધ્યા અને ૧૯૭૦ થી ૧૯૮૦ દરમ્યાન તે ૧૦ ઘણા વધ્યા. આ જોતાં ખયાલ આવશે કે આપણને સોના તરફ કેમ આકર્ષણ થાય છે!
જ્યારે આપણા ચલણ નું આટલું બધું અવમુલ્યન થાય ત્યારે સામન્ય માણસ બીજા કોઈ માધ્યમ માં (જેવાકે શેરબજાર,મૂલયસૂરક્ષિત બૉંડ્સ,જમીન-જાયદાદ વઘેરે) રોકાણ કરવાં કરતાં સોનામાં જોઈયે તેટલી માત્રામાં સહેલાઈથી અને સુરક્ષિત રોકાણ કરી શકે છે.
સ્ટ્રૅટજી
સોનામા ઇન્વેસ્ટ અથવા ટ્રેડ કરવા પહેલા ઍક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે - સોનાના ભાવ વિદેશની કમૉડિટી માર્કેટસમા નક્કી થાય છે. તે પછી ડૉલર અને રૂપિયાના ઍક્સચેંજ રેટ પ્રમાણે ઇંડિયાના સોનાના ભાવની ગણત્રિ થાય છે. ધારોકે ડોલરમા સોનાના ભાવ ૧૦%થી વધ્યા. પરંતુ ઍજ સમયમા જો ડોલરની સામે ઇંડિયન રૂપિયો ૧૦%થી ઘટી ગયો તો ઇંડિયામા સોનાના ભાવમા કહીં પણ ફરક નહી પડે. ઍટલે સોનામા રોકાણ કરવા પેહલા વિશ્વવ્યાપી કારણો સમજવા અત્યંત જરૂરી છે.






