તમને અહીં જાહેરાત (Advertise) કરવી છે કે?

ઈમેલ (Email) અથવા ફોન (Phone) દ્વારા સંપર્ક કરો.

જ્યારે કોઈપણ કંપની પોતાના શેઅર્સ આમ જનતાને પેહેલી વખત ખરીદવાની તક આપે છે તેને 'ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ' અથવા આઇ. પી. ઑ. કહેવાય છે.

ભારતીય શર બજારમા દર વર્ષે ઘણી કંપનીઓના આઇ. પી. ઑ. બહાર પડે છે. અને તેથી રોકાણકારોને તેમા મૂડી રોકવાનો મોકો મળે છે. તેજી (બુલ માર્કેટ) ના કાળમાં આઇ. પી. ઑ. ની સંખ્યા ખૂબ વધે છે અને મન્દિ (બેર માર્કેટ) ના કાળમાં તે ઘટે છે. નીચેના ચાર્ટનો અભ્યાસ કરવા થી આ વાત સમજાશે કે ૧૯૯૧ થી ૨૦૦૫ સુધી માં જ્યારે પણ તેજી હતી ત્યારે આઇ. પી. ઑ. ની સંખ્યા ઘણી વધુ હતી.

જાન્યુઆરી ૨૦૦૮ માં રિલાયન્સ પાવરનો મેગા આઇ. પી. ઑ. તો આખા ભારતમાં ખૂબ ગાજ્યો હતો. સુરત, જામનગર, અને બીજા ઘણા શેહેરોના ગ્રે માર્કેટમાં તેની ઉપર ઘણો સટ્ટો થયો હતો. અફસોસની વાત ઍ છે કે રિલાયન્સ પાવરનો શેર જ્યારે ઍન. ઍસ. ઈ. ઉપર લીસ્ટ થયો ત્યારે તેનો ભાવ ઘણો ઉતરી ગયો. અને રોકાણકારોનુ અબજો રૂપિયામાં નુકશાન થયુ. આનું મુખ્ય કારણ ઍ છે કે આ શેર જ્યારે લીસ્ટ થયો ત્યારે મન્દિ ચાલુ થઈ ગયી હતી.

તો સવાલ ઍ છે કે રોકાણકાર આઇ. પી. ઑ. માં શેના આધાર ઉપર રોકાણ કરે?

અમે છેલ્લા ૧૦ વર્ષોના આઇ. પી. ઑ. નુ વિશ્લેષણ કર્યુ અને અમારા મુખ્યા તરણો નીચે પ્રમાણે છે:

ટ્રેડિંગ સ્ટ્રૅટજી

અમારો નિષ્કર્ષ (તારણ) ઍ છે કે આઇ. પી. ઑ. માં આંકડા-શાસ્ત્ર વાપરીને ટ્રેડિંગ કરવુ યોગ્ય છે.

કોઈ ઍક વિશિષ્ટ આઇ. પી. ઑ. નો ઉંડાણપૂર્વક (ફ્ન્ડામેન્ટલ) અભ્યાસ કરવા કરતા શેર બજારમા તેજી છે કે મન્દિ તેનો અભ્યાસ કરવો. જો તેજી હોય તો જેટલા પણ આઇ. પી. ઑ. ઉપલબ્ધ હોય તે બધામાં સમાન રોકાણ કરવુ; અને તે શેર ઍક્સચેંજ ઉપર લીસ્ટ થવાના પહેલાજ દિવસે વેંચી કાઢવો - આ સૌથી ઉત્તમ સ્ટ્રૅટજી છે. ઘણા આઇ. પી. ઑ.મા રોકાણ કરવાથી અને પેહલાજ દિવસે વેચવાથી જોખમ ઓછુ થાય.

ગાલાટાઇમ હોમ પેજ

Gujarati font issues? Adjust browser settings: View → Encoding → Unicode (UTF-8). If the problem persists, please let us know.

શબ્દકોશ
(Glossary)

ગાલાટાઇમ@જીમેલ.કૉમ
(galatime@gmail.com)

+૯૧-૯૭૩૦૦-૭૭૧૬૯
(+91-97300-77169)

લેખક બદ્લ
(About the author)

ગાલાટાઇમ - અંગ્રેજીમાં
(GalaTime in English)

ખુલાસો
(Disclaimer)

ગાલાટાઇમના લેખક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર નથી, અને તેઓ ક્યારે પણ કોઇ પણ પ્રકારના રોકાણ કરવા બાબત સલાહ આપતા નથી. ગાલાટાઇમ વેબ્સાઇટમા આવેલા લખાણો એ કેવળ તેમના વ્યકિ્તગત મત છે. આ મત ઉપર આધારિત કોઇ પણ પ્રકારનુ રોકાણ જેવુકે શેર, ઓપ્શન, ફ્યુચર, બોન્ડ્સ, કમોડિટિઝ, ઇન્ડેક્સ અથવા કોઇ પણ પ્રકારની નાણાકિય લે-વેચ માટે અને ફાયદા-નુકસાન માટે ગાલાટાઇમ જવાબદાર રહેશે નહિ. આ વેબ્સાઇટ વાચનાર આપોઆપ કબુલ કરે છે કે તે પોતાના જોખમે આ વેબ્સાઇટનો ઉપયોગ કરશે. ગાલાટાઇમ માને છે કે તેમના લખાણમા તથ્ય છે, પરન્તુ આ તથ્ય તેમના અનુભવોનુ એક તારણ જ છે. તેથી કોઇ પણ પ્રકારના રોકાણના નિર્ણય લેતા પેહેલા ક્વોલીફાયિડ ઇન્વેસ્ટર ઍડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. ગાલાટાઇમ વેબ્સાઇટનો ઉદ્યેષ્ય કોઇ પણ જાહેરાત કરવા, સેવા આપવા કે કોઇ પણ પ્રકારના વેચાણ કરવા માટે નથી.

ગુજરાતીમાં શોધ
(Search in Gujarati)

ગુજરાતીમાં લખાણ
(Type in Gujarati)

Gujarati Lexicon