ઇંડિયન શેર બજારમા ૨૦૦૪ થી ૨૦૦૭ ની તેજી અને ૨૦૦૮ ની મન્દી જોઈને સ્વભાવિક છે કે ઇન્વેસ્ટોર્સનો 'ફ્ન્ડામેન્ટલ ઍનાલિસિસ' ઉપર થી વિશ્વાસ ઘટી ગયો હોય.
યુનિટેક કંપનીનો શેર ૧૧ મહિનામા રૂ. ૫૪૫ થી ઘટીને રૂ. ૨૧ કેવી રીતે થઈ શકે જ્યારે કે કંપનીનો ધંધો બદલ્યો નથી? શુ ઍમની જમીનો અને રિઅલ ઍસ્ટેટ પ્રોજેક્ટના મૂલ્ય ઍટલા ઘટી ગયા છે? હકીકત તો ઍ છે કે 'બુલ માર્કેટ'મા (તેજિમા) ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ હમેશા અતીશય આશાવાદી થઈ જાય છે અને 'બેર માર્કેટ'મા (મંદીમા) તેજ લોકો અતીશય નિરાશાવાદી થઈ જાય છે.
આવીજ મનોભાવના ની ઉતર-ચડ થી શેર બજાર વ્યાજબી ભાવથી કાં તો ઘણુ વધારે ઉપર ચડી જાય છે અથવા ઘણુ નીચે ઉતરી જાય છે.
આપણે જો સટ્ટો છોડી મુળભુત ઈન્વેસ્ટમેન્ટ કરવુ હોય તો શુ કરવુ?
આ લેખમા અમે નિફ્ટી-૫૦ ઇંડેક્ષના પ્રાઇસ/અર્નિંગ્સ (પી/ઈ) રેશિયો નુ વાપર કરીને શેર બજારમા ક્યારે રોકાણ ચાલુ કરવુ અને ક્યારે વેચાણ ચાલુ કરવુ તેનુ માર્ગદર્શન આપીયે છિયે. ધ્યાનમા રાખશો કે આનો ઉપયોગ લાંબા સમય માટે રોકાણ (લોંગ ટર્મ ઇનવેસ્ટિંગ) કરનાર વ્યાક્તિનેજ લાભદાયક થાય.
નીચેના ચાર્ટમા નિફ્ટી-૫૦ ઇંડેક્ષનો ભાવ અને તેના પી/ઈ રેશિયો બંને દેખાય છે. અમારા વિષલેશણ પ્રમાણે જ્યારે પણ પી/ઈ રેશિયો ૨૦ થી વધારે થાય ત્યારે શેરોનુ વેચાણ ચાલુ કરવુ જોઈયે. અને જ્યારે પી/ઈ રેશિયો ૧૨ થી ઓછો થાય ત્યારે શેરો ખરીદવા જોઈયે. આ નીતિ અપનાવવા થી મંદીના સમયમા ઓછા ભાવમા શેરની ખરીદી કરાય અને તેજીના સમયમા ઉંચા ભાવે શેરનુ વેચાણ કરાય.
(મોટો ચાર્ટ જોવા ખાતર ઉપર્નો ચાર્ટ ક્લિક કરવો)
ઍક વાત નિશ્ચિત છે કે - આ રેશિયો પ્રમાણે શેર વેચાણ કરવા થી આપણે તેજિમા ઘણો લાભ જતો કરિયે છિયે. પરંતુ મહત્વની વાત ઍ છે કે તેજી ક્યારે પતશે અને મન્દિ ક્યારે ચાલુ થશે ઍ વાતનો કોઈને ચોક્કસ ખ્યાલ આવતો નથી. જ્યાં સુધી આની ખબર પડે ત્યાં સુધી માર્કેટ ૨૦%+ ઉતરી ગયુ હોય છે. આપણે રેશિયો પ્રમાણે વહેલા વેચાણ ચાલુ કરીને આપણો નફો ગાંઠે બાંધી લયી છિયે.
સ્વભાવિક છે કે આ રેશિયોનો ઉપયોગ તમને વધારે પડતો સહેલો હશે. નિફ્તીનો પી/ઈ રેશિયો ૧૨ અથવા ૨૦ થાય તો ખરીદવુ અથવા વેચવુ ઍ ઍટલુ સહેલુ નથી કારણ કે આવી તકો ક્યારેક્જ આવતી હોય છે. છતા મૅંડી અન તેજીના સમયમા આ રેશિયોનો ઉપયોગ કરીને આપણા પોર્ટફોલીઓમાં ના શેરોની લે-વેચ કરવાનુ ચાલુ કરીને સંચાલન કરવુ ફાયદાકારક નીવડશે.
તમારે પોતાને જો આ વિષય ઉપર સંશોધન કરવુ હોય તો નિફ્ટી-૫૦ ઇંડેક્સ ના ઐતિહાસિક ભાવ અહીંયા મડસે અને નિફ્ટી-૫૦ ના ઐતિહાસિક પી/ઈ રેશિયો ની માહિતી અહીંયા મડસે.






