તમને અહીં જાહેરાત (Advertise) કરવી છે કે?

ઈમેલ (Email) અથવા ફોન (Phone) દ્વારા સંપર્ક કરો.

વિદેશી અર્થશાસ્ત્ર (ઈકોનોમિક્સ) અને વિશ્વવ્યાપી વેપાર (ગ્લોબલ ટ્રેડ) સમજવા ખાતર જરૂરી છે કે આપણે અમુક ઔધ્યોગીક કમૉડિટીજ઼નો અભ્યાસ કરિયે. સ્ટીલ, કૉપર, ઍલુમિનિઉમ જેવી ધાતૂઑ દુનિયામા અત્યંત જરૂરી છે. તેજીના ધંધાના કાળમા આ ધાતુઓને કમૉડિટીજ઼ ઍક્સચેંજ ઉપર આપણે ખરીદીયે તો ઘણો નફો થવાની શક્યતા છે. આ લેખમા અમે સ્ટીલ ઉપર વધારે ઉંડાણપૂર્વક માહિતી આપિયે છિયે.

આ દાયકામાં સ્ટીલ ઉત્પાદન સતત વધતું જ રહ્યું છે. તેમાં પણ ચીનમાં સ્ટીલ નું ઉત્પાદન કુદકે ની ભૂસકે વધ્યું છે, જે નીચેનો ચાર્ટ દરશાવે છે.

ઍમના રિયલ ઍસ્ટેટ, ઇનફ્રાસ્ટ્રક્ચર અને ઓલિમ્પિક્સના આધાર ઉપર ચીન દેશમા સ્ટીલની માંગ અને વપરાશ પણ વધી છે.

૨૦૦૮મા પણ ચીનની - અને આખા દુનિયાની - સ્ટીલની માંગ વધશે ઍવિજ અપેક્ષા હતી.

સ્ટીલ ઍક ઔધોગિક કમૉડિટી હોવા થી તેના ભાવ હમેશા તેજી અને મન્દિ પ્રમાણે વધઘટ થતા હોય છે. નીચેનો ચાર્ટ દર્શાવે છે કે વર્ષ ૨૦૦૨ થી સ્ટીલ ની કિંમત વધીજ રહી છે ૧૯૮૧ થી સ્ટીલ ની કિંમત માં ઍક પ્રકારનો નિરંતર ચઢાવ- ઉતાર જોવા મળે છે. સ્ટીલ ઉધ્યોગના લાંબા ગાળાનો ઇતિહાસ ઇંટરનૅશનલ આયર્ન ઍન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટ (આઈ આઈ ઍસ આઈ) દ્વારા પ્રકાશિત વર્લ્ડ સ્ટીલ ઇન ફિગર્સ માં જોઈ શકાય છે.


(મોટો ચાર્ટ જોવા ખાતર ઉપર્નો ચાર્ટ ક્લિક કરવો)

ભારતની વાત કરિયે તો અમારી માન્યતા પ્રમાણે વર્ષ ૨૦૦૯ માં સ્ટીલની કિંમત સિમેન્ટ ની કિંમતની જેમજ ઘટિ. આના કારણોમાં ધીમી આર્થિક વ્રુધિ, માલનો વધારે પુરવઠો અને નિવાસી તેમજ ધંધાકીય બાંધકામની ધીમી ગતિ ગણી શકાય. જુલાઇ ૨૦૦૮ પછી વિદેશમા સ્ટીલના ભાવ ૭૦% થી ઘટ્યા છે.

જો ચીન ધારે તો પોતાનું વધારાનું સ્ટીલ આખી દુનિયામાં વેચવાનું શરૂ કરે અને ભારત સરકાર જો આયાત કર ના વધારે તો સ્વદેશી સ્ટીલ ના ભાવ ખૂબ ઉતરી જશે.

જુલાઇ ૨૦૦૮મા આર્સેલર - મિત્તલ ના આકર્ષક પરિણામો જોઈને ઍવી માન્યતા હતી કે સ્ટીલ ઉધ્યોગના સારા દિવસ હજી પૂરા થયા નથી. પણ આર્સેલર-મિત્તલ ક્મ્પનિયે ૨૦૦૭ના બીજા ત્રિમાસિકમાં ૨૯. ૨ મિલિયન મૅટ્રિક ટન ઉત્પાદન કર્યું, અને ૨૦૦૮ માં તેજ સમય ગાળા માં ૨૯. ૮ મિલિયન મૅટ્રિક ટન જ ઉત્પાદન કર્યું. આ બતાવે છે કે તેમણે કેવળ ભાવ વધારીને જ નફો કર્યો છે નહી કે ઉત્પાદન વધારીને.

હંમેશા જ્યારે શિખરની ટૉંચ ઉપર હોઈયે ત્યારે બધું મોહક લાગે છે પણ મને લાગે છે કે આપણે સ્ટીલ ઉધ્યોગ ની કેવળ ઉંચાઈ ના જોતા તેના ભૂતકાળના ઉતાર-ચઢવને પણ ધ્યાનમાં રાખિયે તો વધારે ફાયદાકારક રહેશે.

ગાલાટાઇમ હોમ પેજ

Gujarati font issues? Adjust browser settings: View → Encoding → Unicode (UTF-8). If the problem persists, please let us know.

શબ્દકોશ
(Glossary)

ગાલાટાઇમ@જીમેલ.કૉમ
(galatime@gmail.com)

+૯૧-૯૭૩૦૦-૭૭૧૬૯
(+91-97300-77169)

લેખક બદ્લ
(About the author)

ગાલાટાઇમ - અંગ્રેજીમાં
(GalaTime in English)

ખુલાસો
(Disclaimer)

ગાલાટાઇમના લેખક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર નથી, અને તેઓ ક્યારે પણ કોઇ પણ પ્રકારના રોકાણ કરવા બાબત સલાહ આપતા નથી. ગાલાટાઇમ વેબ્સાઇટમા આવેલા લખાણો એ કેવળ તેમના વ્યકિ્તગત મત છે. આ મત ઉપર આધારિત કોઇ પણ પ્રકારનુ રોકાણ જેવુકે શેર, ઓપ્શન, ફ્યુચર, બોન્ડ્સ, કમોડિટિઝ, ઇન્ડેક્સ અથવા કોઇ પણ પ્રકારની નાણાકિય લે-વેચ માટે અને ફાયદા-નુકસાન માટે ગાલાટાઇમ જવાબદાર રહેશે નહિ. આ વેબ્સાઇટ વાચનાર આપોઆપ કબુલ કરે છે કે તે પોતાના જોખમે આ વેબ્સાઇટનો ઉપયોગ કરશે. ગાલાટાઇમ માને છે કે તેમના લખાણમા તથ્ય છે, પરન્તુ આ તથ્ય તેમના અનુભવોનુ એક તારણ જ છે. તેથી કોઇ પણ પ્રકારના રોકાણના નિર્ણય લેતા પેહેલા ક્વોલીફાયિડ ઇન્વેસ્ટર ઍડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. ગાલાટાઇમ વેબ્સાઇટનો ઉદ્યેષ્ય કોઇ પણ જાહેરાત કરવા, સેવા આપવા કે કોઇ પણ પ્રકારના વેચાણ કરવા માટે નથી.

ગુજરાતીમાં શોધ
(Search in Gujarati)

ગુજરાતીમાં લખાણ
(Type in Gujarati)

Gujarati Lexicon