૨૦૦૩ - ૨૦૦૭ ની ઇંડિયન તેજીની (બુલ) માર્કેટ મા ઇન્વેસ્ટોર્સને ઍક નવુ રોકાણ કરવાનુ સાધન ઉપલબ્ધ થયુ - યુનીટ લિંક્ડ ઈન્શુરન્સ પ્લાન, ટુંકમા 'યૂલિપ'.
યૂલિપને તમે ઈન્શુરન્સ પોલિસી અને મ્યૂચુઅલ ફંડ નુ મિશ્રણ (સંયોજન) કહી શકો.
યૂલીપના ઇનકમ ટૅક્સ બેનિફિટ તથા ઇન્શુરન્સ ના લાભના લીધે ઘણા ઇન્વેસ્ટર્સ તેમા રોકાણ કરે છે. પરંતુ યૂલિપ્સ્મા છુપા (હિડન) ઘણા ખર્ચાઓ તરફ ઇન્વેસ્ટર્સ કાળજીપૂર્વક ધ્યાન આપતા નથી. દરેક યૂલિપમા નિમ્નલિખિત ફીસ (ચારજેસ) કોઇ ને કોઇ રૂપમા સમાયેલા હોય છે:
- પ્રોસેસિંગ ફી
યૂલિપ વેચણાર કંપની રોકાણકારની મૂડીના ૩% થી ૨૦% સુધીની રકમ 'પ્રોસેસિંગ ફી'ના રૂપે લેતી હોય છે. અમારા મતે ૧% થી વધારેની ફી વ્યાજબી નથી, પણ યૂલીપ્સ ના ફી માળખા (સ્ટ્રક્ચર) ઉપર કોઈ સરકારી નિયમ કે મર્યાદા ન હોવા થી તેમને વેચનાર ઘણી ભારે ફીસ વસુલ કરે છે.
- લોડિંગ ફી
યૂલીપનો જે ઇન્શુરન્સનો ભાગ છે તેના અમુક ટકા દર વર્ષે તમારે યૂલિપ વેચનાર કંપનીને લોડિંગ ફી નિમિતે આપવા પડે છે. પહેલા વર્ષમા ૬૫% સુધીનો ખર્ચો થઈ શકે છે.
- પ્રીમિયમ ઍલોકેશન ચાર્જ
આ ફી ઉપરની લોડિંગ ફી નુ બિજુ નામ છે.
- ફંડ મેનેજમેન્ટ ફી
જેમ મ્યૂચુઅલ ફંડ મેનેજર્સ તેમના કામની ફી લા છે તેવિજ રીતે યૂલીપના ફંડ મૅનેજર્સ પણ આ ચાર્જ તમારી મૂડી ઉપર દર વર્ષે લાગુ કરે છે.
- સરેન્ડર ચાર્જ
તમે જો તમારી યૂલીપની પોલિસીની મુદત પુરી થવાના સમય પહેલા તમારી મૂડી પાચિ માંગશો તો આ ખર્ચો લાગુ પડશે.
- મોર્ટાલિટી કૉસ્ટ
રોકાણકારને મડતા જીવન વીમાના ખરચાને 'મોર્ટાલિટી ચાર્જ' કહેવાય છે.
- પોલિસી ઍડમીનીસ્ટ્રેશન ચાર્જ
યુલિપનુ સંચાલન કરવા ખાતર લાગુ પડતા વિવિધ જાતના ખર્ચાઓને આ ફી મા આવે છે.
- બ્રોકરેજ ચાર્જ
યૂલિપમા ભેગી કરેલી મુડીને શેર બજારમા રોકવા ખાતર બ્રોકર્રેજેનો ખર્ચો કરવો પડે છે.
- સ્વિચિંગ ચાર્જ
યૂલિપમા રોકેલી મુડીને ઍક ફંડ માથી બીજા ફંડ માં ફેરફાર કરવા ખાતર પણ રોકાણકારને ફી લાગુ પડે છે.
યૂલીપના ઉપર જણાવેલ જટિલ ખર્ચાઓ ના લીધે ઇન્વેસ્ટોર્સને મડતો નફો મર્યાદિત થઈ જાય છે. અને શેર બજારના કોઈ પણ રોકાણની જેમ્મજ યૂલિપમાના રોકાણની પણ નફાની કદી ખાત્રી હોતી નથી. જેમ આપણે મંદીમા સ્ટૉક્સ, મ્યૂચુઅલ ફંડ્સ વગેરે ના રોકાણમાં ખોટ ખાઈયે છિયે, તેવિજ રીતે યૂલીપ્સ મા પણ નુકસાનની શક્ત્યતા હાય છે.
થોડા ઘણા ટૅક્સ બેનિફિટ માટે યૂલિપમા રોકાણ કરીને આટલા બધા બિનજરૂરી ખર્ચા કરવા ઍ યોગ્ય નથી. યૂલિપ વેચનાર કંપનીઓની જાહેરાતો અને સેલ્સ ઍજેંટ્સની ભ્રામક વાતો થી સાવાદ્ધ રેહેવુ અત્યંત જરૂરી છે.






